કાર્યક્રમ@ગુજરાત: PM મોદીનું અંબાજી મંદિરમાં આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરાશે
અટલ સમાચાર, ડેસ્ક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે અંબાજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે.આદિવાસી લોકનૃત્ય અને આદિવાસી ભજન દ્વારા સ્વાગત કરવામાં આવશે.દાંતા તાલુકાના મંડાલી અને સનાલી ગામના લોકો આદિવાસી પરંપરા પ્રમાણે સ્વાગત કરશે.
વડાપ્રધાન મોદીના આગમનને લઈને અંબાજીમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..સુરક્ષાને લઇ અંબાજીને જોડતી બોર્ડર ઉપર પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સુરક્ષાને લઇ કોન્વોય રિહર્સલ યોજાયું હતુ. જે દરિયાન 4 લાઈન હાઇવેને વન-વે કરવામાં આવ્યો હતો.અંબાજીથી ચીખલા સુધીના રોડ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન 30 ઓક્ટોબરે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. પીએમ મોદી અમદાવાદથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. અંબાજી ખાતે 10.30 કલાકે માતાજીના દર્શન કરશે.