રિપોર્ટ@ગુજરાત: લોકસભા પહેલા આ 3 દિવસ PM મોદી આવશે ગુજરાત, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ ?
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવાના છે. ત્રણ દિવસની આ મુલાકાત ખુબજ મહત્વની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને વિકાસની અનેક ભેટ આપવાના છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ અને બાદમાં 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના છે. મુલાકાત દરમિયાન તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, તેમજ ગુજરાતને વિકાસકામોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22 ફેબ્રુઆરી 2024એ તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થયા છે. 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. 01:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 02:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે. 04:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભા યોજાશે. 06:15 કલાકે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. સાંજે 7:35 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે.