રિપોર્ટ@પાટણ: રાજ્યમાં એસીબી મજબૂત છતાં લાંચિયાઓ બેફામ, કાયદો તોડી લાંચ લેતાં પોલીસ અને વચેટિયો ઝબ્બે

 
ACB Patan Police

અટલ સમાચાર,પાટણ

પાટણ ના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વગૅ 3 ના પોલીસ કમૅચારી સહિત અન્ય એક શખ્સને લાચ ની રકમ સ્વિકારતા એસીબી ટીમે આબાદ ઝડપી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ બાબતે મળતી હકીકત મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાં મા ફરજ બજાવતા મહેન્દ્રસિંહ શંભુજી રાણા, અ.પો.કો., વર્ગ-૩ ના એ ફરિયાદી નું ટ્રેક્ટર બિનવારસી વાગદોડ પોલીસ સ્ટેશન જી.પાટણ વિસ્તાર માંથી મળી આવેલ જે પકડેલ ટ્રેક્ટર ને કોઈ પણ વહીવટી કાર્યવાહી કર્યા વગર પોલીસ સ્ટેશને રાખેલ હોય જે છોડાવવા સારું ફરિયાદી પાસે થી રૂ. 6 હજારની માગણી કરી તે રકમ મુકેશજી સતાજી ઠાકોર રહે. ઈન્દિરાપુરા વાગડોદ વાળાને આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદી આ રકમ આપવા ન માગતા હોય તેઓ દ્રારા આ બાબતે એસીબી નો સંપર્ક કરી છટકું ગોઠવી માનસી પાર્લર, વાગડોદ ચોકડી પાસે રૂપિયા 6000/- લાંચની માંગણી કરેલ નાણા આક્ષેપીત નંબર (૨) ને સ્વીકારતા એસીબી ટીમના હાથે પકડાઈ જતાં ટીમે બન્ને સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

એસીબી ની ટ્રેપ કરનાર અધિકારી એન.એ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર.અને સુપર વિઝન અધિકારી તરીકે કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ હાજર રહ્યા હતા.