બ્રેકિંગ@ગુજરાત: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ફરી કરી અટકાયત, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગુજરાત પોલીસે ફરી અટકાયત કરી છે. ગત એપ્રિલ મહિનામાં કચ્છની નલિયા કોર્ટે 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં ગુજરાત ATSએ કચ્છની નલીયા કોર્ટ સમક્ષ લોરેન્સને રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટ મંજૂર કર્યા હતા. આ સમગ્ર મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે.
15 સપ્ટેમ્બર 2022ના રોજ કચ્છના જખૌના દરિયામાંથી ગુજરાત ATSએ 38 કિલો 994 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત ATSએ પાકિસ્તાનથી ભારતની દરિયાઈ સીમામાં ડ્ર્ગની ડિલિવરી કરવા માટે આવેલા પાકિસ્તાની અને નાઈઝીરીયન શખ્સો સહિત 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવતા ગુજરાત ગુજરાત ATS તિહાડ જેલમાં બંધ લોરેન્સને ટ્રાન્સફર વૉરંટના આધારે ગુજરાત લાવી હતી અને નલિયા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
કચ્છના નલિયામાં 194 કરોડના ડ્રગ્સ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવા માટે ગુજરાત એટીએસ દ્વારા કરાયેલી અરજી પટિયાલા કોર્ટે મંજૂર કરી હતી. જે બાદ લોરેન્સ બિશ્નોઈને તીહાડ જેલથી કચ્છ લાવવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઇ પર પાકિસ્તાનથી 194 કરોડનું ડ્ર્ગ્સ મંગાવવાનો આરોપ છે. કોર્ટે 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યાં હતા.
ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી 194 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી એટીએસને મોહમદ શફી, ઇમરાન. મોહસીન, જહુર , સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા.જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો.
આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હવાનું પણ સામે આવ્યું હતું.આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડીલીવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા.આ ઉપરાંત મેરાજ અને ચિફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.