ધાર્મિક@સુરત: ગણેશ વિસર્જનને લઈ પોલીસની તૈયારી, 10 કૃત્રિમ તળાવ તૈયાર
અટલ સમાચાર, ડેસ્ક
ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. આવતીકાલે 5 દિવસના ગૌરી ગણેશનું વિસર્જન થનાર છે. પાલિકાએ ગૌરી ગણેશ વિસર્જન માટે 10 કૃત્રિમ તળાવ પર વ્યવસ્થા કરવામાં આવી છે.શહેરના તમામ ઝોનની અંદર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેના પર વિસર્જન માટે ફાયર જવાનો સહિતનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કરીને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારે અન્ય મુશ્કેલીઓ ઊભી ન થાય.
આગામી ગણેશ વિસર્જન ની પ્રક્રિયાને લઈને સુરત પોલીસ દ્વારા આયોજન કરાયું છે. 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર ફરજિયાત GPS લગાવવા આદેશ કરાયો છે. મેટ્રોની કામગીરી ના કારણે રૂટ બદલાયા છે. જીપીએસ ના કારણે પોલીસ માટે રૂટનું મોનિટરિંગ સરળ બનશે. જીપીએસ સિસ્ટમ થી મોટી મૂર્તિઓને શહેરના જે રૂટ નક્કી કર્યો હશે તે રૂટ પર નીકળશે.જેનું પોલીસ મોનિટરિંગ સરળતાથી કરી શકશે. જે રૂટ પર મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે તે જગ્યાનું નિરીક્ષણ કરાયું છે. જ્યાંથી વિસર્જનના દિવસે મુશ્કેલી ન આવે તે માટે કેટલાક રૂટ ને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
વિસર્જનના દિવસે 20 કુત્રિમ અને ત્રણ કુદરતી ઓવારા પર પોલીસની ચાંપતી નજર રહેશે. શહેર પોલીસ દ્વારા થ્રીડી મેપિંગ અને હાઈ ડેફીનેશન કેમેરા ઉપરાંત ડ્રોન કેમેરા થી બાજ નજર રાખશે. ચોકબજાર, દિલ્હીગેટ,ડક્કા ઓવારા, ભાગળ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ 360 ડીગ્રીના હાઈ- ડેફીનેશન કેમેરા લગાડશે. ગણેશ વિસર્જન યાત્રામાં ટ્રેલરના ઉપયોગ પર પ્રતિબંધ છે. ડી.જે વગાડવા પર પણ પ્રતિબંધ
ગણેશ ઉત્સવ સમિતિ પાસે પરમિટ માટે ઓનલાઇન 4,324 અરજીઓ આવી છે. જ્યારે શહેરમાં નવ ફૂટ થી ઊંચી 200 થી વધુ પ્રતિમાઓ, મોટામાં મોટી 24 ફૂટ સુધીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. ગણેશ વિસર્જન ની પ્રક્રિયા ને લઈ સુરતમાં બહારની પોલીસ ઉપરાંત શહેરના 5400 પોલીસ કર્મીઓ,500 FOP, 1600 ટી આર બી ના જવાનો ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જનની સુરક્ષામાં પોલીસનો ખડકલો રહેશે.