બ્રેકિંગ@ગુજરાત: પોરબંદર-મોતીહારી ટ્રેનને મહેસાણામાં મળ્યું સ્ટોપેજ, 15 હજારથી વધુ પરિવારોને થશે ફાયદો
Aug 20, 2023, 18:25 IST

અટલ સમાચાર, ડેસ્ક
પોરબંદરથી બિહારના મોતીહારી જતી ટ્રેનને 20 વર્ષ બાદ મહેસાણામાં સ્ટોપેજ મળ્યું છે. પોરબંદર-મોતીહારી ટ્રેન છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે. આ ટ્રેન શરૂ થઇ ત્યારથી બિહારી સમાજ મહેસાણામાં સ્ટોપેજ આપવા માંગ કરી રહ્યો હતો. બિહારી સમાજે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરને રજૂઆત કરી હતી. સાંસદ જુગલજી ઠાકોરે આ બાબતે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરતા આખરે આ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળ્યું છે.
પોરબંદર-મોતીહારી ટ્રેનને 20 વર્ષ બાદ મહેસાણામાં સ્ટોપેજ મળતા પરપ્રાંતીય સહિત બિહારી સમાજમાં આનંદની લાગણી છવાઈ છે. બિહારી સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો છે. આ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળતા 15 હજારથી વધુ પરપ્રાંતીય પરિવારોને ફાયદો થશે.