પોરબંદર: દરિયા કિનારે ફોટા પાડતી વખતે રહો સાવધાન, એક બાળક અને 2 મહિલાઓ તણાઇ
pb

અટલ સમાચાર, ડેસ્ક


કુછડી ગામના દરિયામાં દુર્ઘટના સર્જાઈ છે. બે મહિલા અને એક 9 વર્ષના બાળકને દરિયાનું મોજુ તાણી ગયું. જો કે, બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે જ્યારે એક બાળક લાપતા બન્યો છે. જામનગર અને રાણાવાવ ખાતે રહેતી મહિલા દરિયા કિનારે ફોટા પાડી રહી હતી એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બાળક લાપતા બનતા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મળતી માહિતી મુજબ પાણીમાં ગરકાવ થતા મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી. હાલમાં બન્ને મહિલાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલાઓ કુછડી ગામે ખિમેશ્વર મહાદેવના દર્શન માટે ગઈ હતી તે દરમિયાન આ ઘટના બની. પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બાળકની શોધખોળ શરૂ કરી છે.