પોરબંદર: ગુજરાત ATSએ 100 કરોડના ડ્રગ્સ સાથે 9 ની અટકાયત કરી
પોરબંદર: ગુજરાત ATSએ 100 કરોડના ડ્રગ્સ સાથે 9 ની અટકાયત કરી

અટલ સમાચાર,ડેસ્ક

ડ્રગ્સ માફિયાઓ સમુદ્રના માર્ગે જે તે દેશ કે રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડતા હોય છે. ગુજરાતના પોરબંદરના દરિયાઇ સીમા ખાતે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ની ટીમે ર૪ કલાક વોચ ગોઠવ્યા બાદ એક શંકાસ્પદ બોટમાંથી ૯ જેટલા માફિયાઓની અટકાયત કરાઇ છે. જોકે, માફિયાઓએ પુરાવાનો નાશ કરવા માટે પોતાની બોટને ઉડાવી દીધી હતી.

પોરબંદર નજીક મધદરિયે ડ્રગ્સ માફિયા વચ્ચે અથડામણ થઈ હતી. મધદરિયે થયેલી અથડામણ બાદ પોલીસે નવ જેટલા માફિયાઓની ધરપકડ કરી લીધી છે. ATS તરફથી આ દરમિયાન 100 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા જ દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું નિષ્ફળ બનતા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ કરવામાં આવી છે.

પોરબંદર: ગુજરાત ATSએ 100 કરોડના ડ્રગ્સ સાથે 9 ની અટકાયત કરી

મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ માફિયા રૂ. 500 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં સવાર હતા. પાકિસ્તાનના હામિદ મલિકે આ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનના બલુચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટમાંથી બોટમાં ચડાવવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ લઈને નવ જેટલા ઈરાનના નાગરિકો સવાર હતા. આ કન્સાઇનમેન્ટ ભારતમાં જે વ્યક્તિ મેળવવાનો હતો તેની પણ માહિતી સામે આવી છે. એટીએસ તરફથી બહુ ઝડપથી આ વાતનો ખુલાસો કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન 100 કિલો હેરોઈન જપ્ત કરાયું છે.