ઘટના@વિરમગામ: હોસ્પિટલમાં દીકરીના જન્મ બાદ સગર્ભાનું મોત, પરિજનોએ કર્યો બેદરકારીનો આક્ષેપ
May 23, 2023, 10:12 IST

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના વિરમગામની પાટડી સરકારી હોસ્પિટલમાં સગર્ભાના મૃત્યુથી વિવાદ સર્જાયો છે. જેમાં સર્ગભાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. જેમાં દીકરીના જન્મ બાદ મહિલાની તબિયત લથડતા મૃત્યુ થયું હતું. દીકરીના જન્મ બાદ સગર્ભાની તબિયત લથડી હતી.
પાટડી સરકારી હોસ્પિટલમાં સગર્ભાની તબિયત લથડતાં તેને 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ સિફટ કરવામાં આવી હતી. જે દરમ્યાન સગર્ભા મહિલાનું અવસાન થયું હતું. આ તરફ હવે સગર્ભા મહિલાના મૃતદેહને પીએમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ વિરમગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.