ઘટના@સુરેન્દ્રનગર: પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરવા નર્મદામાં ઝંપલાવ્યું, યુવતીનું મોત તો યુવક બચી ગયો

 
Narmada

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલમાં પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.જેમાં પ્રેમિકાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં નર્મદાની કેનાલમાં પ્રેમીએ પ્રેમિકાને ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હોવાનો મૃતક પ્રેમિકાના પરિવાર આક્ષેપ કરી રહ્યા છે.

યુવતીના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અમારી દીકરીને પાણીમાં ધક્કો મારનાર પ્રેમી યુવક પર કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ પાસે માંગ કરી હતી.પોલીસે આ મામલે કોઈ ગુનો દાખલ નહીં કરતા યુવતીની મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. ઘટનાને લઇ અને હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..પ્રેમિકાના મૃતદેહને કોલ્ડ સ્ટોરમાં મુકવામાં આવ્યો હતો.