કાર્યવાહી@પાટણ: RR સેલની ટીમે રેઇડ કરી 6 જુગારીને ઝડપ્યાં, 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત
કાર્યવાહી@પાટણ: RR સેલની ટીમે રેઇડ કરી 6 જુગારીને ઝડપ્યાં, 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે પાટણમાં જુગારીઓ સામે બોર્ડર રેન્જની ટીમે કાર્યવાહી કરી એકસાથે 6 લોકોને 5.78 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. બોર્ડર રેન્જ IGના માર્ગદર્શન હેઠળ ટીમ દ્રારા અવાર-નવાર જુગાર અને દારૂનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવતો હોય છે. ગઇકાલે મોડીસાંજે બોર્ડર રેન્જ ટીમે ચોક્કસ બાતમી આધારે પાટણ તાલુકાના ગામમાં રેઇડ કરી હતી. અચાનક પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામના દ્રશ્યો વચ્ચે 6 જુગારીઓને ઝડપી લેવાયા તો અન્ય ઇસમો અંધારાનો લાભ લઇ નાસી છુટ્યાં હતા. જેને લઇ તમામ ઇસમો સામે પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરહદી બોર્ડર રેન્જ IG જે.આર.મોથાલીયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ પાટણ-બનાસકાંઠામાં દારૂ-જુગારની બદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ R.R સેલની ટીમનાં PSI જેમ.એમ.જાડેજાને અઘાર ગામે પરામાં આવેલ રૂપસિંહ ઓધારસિંહ સોલંકીના ખેતરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે PI ભાવિન સુથાર, PSI એન.વી.રહેવરની સૂચના પ્રમાણે સ્ટાફનાં ASI નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા, HC ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ ખોડુભા ચુડાસમા અને અકબરભાઇ શેખ વગેરેની ટીમ સાથે દરોડો પાડ્યો હતો.

કાર્યવાહી@પાટણ: RR સેલની ટીમે રેઇડ કરી 6 જુગારીને ઝડપ્યાં, 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આર આર સેલની ટીમે ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરતાં પંથકના જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. R.R સેલે સ્થળ પરથી રોકડ રકમ 1,29,000 મોબાઇલ ફોન નંગ-07, કિ.રૂા.29,500 વાહનો નંગ-2 કિ.રૂા.4,20,000 મળી કુલ કિ.રૂ.5,78,500નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. R.R સેલના ASIએ તમામ ઇસમો સામે પાટણ તાલુકા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12 મુજબનો ગુન્હો રજીસ્ટર કરવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા ઝડપાયેલા જુગારીઓના નામ

 1. ફૈસલ મહંમદયુસુફ સોદાગર, રહે.અકબરી લોજ, રખતાવાડ, પાટણ
 2. સુરેશજી અમૃતજી ઠાકોર, હે.શ્રમજીવી સોસાયટી, રીલાયન્સ પેટ્રોલ પંપ સામે, સિધ્ધપુર ચાર રસ્તા, પાટણ
 3. મંગાજી જગુજી ઠાકોર, રહે.રામનગર રોડ, પાટણ,
 4. ટીનાજી બચુજી સોલંકી-ઠાકોર, રહે.અઘાર, માઢપાટી,તા.સરસ્વતી, જિલ્લો.પાટણ,
 5. દિગીશ રમેશચંદ્ર ભટ્ટ, રહે.સી-૧૦, શિવાલય એપાટમેન્ટ, ઘોડાસર, અમદાવાદ,
 6. તારાચંદ શંકરલાલ શ્રીમાળી, રહે.રાજપુર, તા.ડીસા, જી.બનાસકાંઠાવાળા

આ રહ્યાં ફરાર ઇસમોના નામ

 1. રૂપસિંહ ઓધારસિંહ સોલંકી, ગામ-અઘાર, તા.જી.પાટણ
 2. મોહસીન, ગામ-મહેસાણા
 3. બાબો, ગામ-મહેસાણા
 4. ઇમરાન બલોચ, ઠાકોરવાસ, પાટણ, તા.જી.પાટણ
 5. જગો પ્રજાપતિ, ગામ-પાટણ
 6. પરેશ, ગામ-પાટણ