કાર્યવાહી@સિદ્વપુર: લોકડાઉનમાં ફરસાણ અને મીઠાઇના વાસી જથ્થાનો નાશ કરાયો

અટલ સમાચાર, સિદ્વપુર (હર્ષલ ઠાકર) સિધ્ધપુર શહેરમાં લોકડાઉન દરમિયાન ફરસાણ તેમજ મિઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સપાટો બોલવામાં આવ્યો છે. જેમાં 35 જેટલી દુકાનોમાંથી અંદાજિત 85 હજારની કિંમતનો 550 કિલો જેટલો ફરસાણ તથા મિઠાઈનાં જથ્થોનો નિકાલ કરાયેલ હોવાનુ સિદ્વપુર નગર પાલિકાનાં ચિફ ઓફીસર જીતેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
કાર્યવાહી@સિદ્વપુર: લોકડાઉનમાં ફરસાણ અને મીઠાઇના વાસી જથ્થાનો નાશ કરાયો

અટલ સમાચાર, સિદ્વપુર (હર્ષલ ઠાકર)

સિધ્ધપુર શહેરમાં લોકડાઉન દરમિયાન ફરસાણ તેમજ મિઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગ તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા સપાટો બોલવામાં આવ્યો છે. જેમાં 35 જેટલી દુકાનોમાંથી અંદાજિત 85 હજારની કિંમતનો 550 કિલો જેટલો ફરસાણ તથા મિઠાઈનાં જથ્થોનો નિકાલ કરાયેલ હોવાનુ સિદ્વપુર નગર પાલિકાનાં ચિફ ઓફીસર જીતેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્વપુર શહેરમાં લોકડાઉનનાં 41માં દિવસે મોટાભાગની તમામ દુકાનો ખોલાવડાવી કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણ ફૂડ ઈન્સપેક્ટર, નગરપાલિકાના બ્રિજેશભાઈ બલસારા, કીર્તિભાઇ પટેલ, સેવંતીભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દરેક દુકાનેથી આવી વાસી ફરસાણ અને ઉતરી ગયેલ અખાદ્ય મિઠાઈનાં જથ્થાનો નાશ કરવા પાલિકાનાં ટ્રેકટરમાં ઠાલવી એકત્ર કરીને લઈ જવાયો હતો. શહેરની મિઠાઈ તેમજ ફરસાણની દુકાનો લોકડાઉનના કારણે છેલ્લા 41 દિવસથી બંધ છે. આ તમામ દુકાનોમાં પડી રહેલા મિઠાઈ અને ફરસાણના વાસી અને અખાદ્ય જથ્થા સહિત ઠંડાપિણાંની બોટલોનો નાશ કરવા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર્યવાહી@સિદ્વપુર: લોકડાઉનમાં ફરસાણ અને મીઠાઇના વાસી જથ્થાનો નાશ કરાયો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે નાના દુકાનદારો અને ખાસ કરીને ખાણી-પીણીની વસ્તુઓ બનાવીને વેચતા વેપારીઓને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં સ્વીટ્સ માર્ટ અને ફરસાણનાં વેપારી પોતાની દુકાનમાં લાંબા સમયથી પડી રહેલ ફરસાણ કે મિઠાઈનાં વાસી તેમજ અખાદ્ય માલને વેચે નહી તે માટે પુરતી સતર્કતા રાખવામાં આવી રહી છે. આમ છતાંય કોઈ વેપારી આવી વાસી ફરસાણ કે મીઠાઈ વેચતો માલુમ પડશે તો મોટી રકમનો દંડ ફટકારવામાં આવશે તેવુ સિદ્વપુર નગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.