વાયરલ@મોરબી: દેવાયત ખવડ પર ડાયરામાં PSIએ રૂપિયાનો કોથળો ઠાલવી કર્યો નોટોનો વરસાદ

 
Dwvayat Khavad

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ડાયરાના અનેક વાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ઉપર PSI નોટોનો વરસાદ કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ ડાયરાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકાર તરીકે દેવાયત ખવડને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલમાં એક યુવાન પર જીવલેણ હુમલાના કેસમાં જામીન પર બહાર છે. ફરી એક વખત સ્ટેજ પરથી રાણો રાણાની રીતે જ હોય તે પ્રકારના તેવર દેવાયત ખવડના જોવા મળ્યા હતા. મોરબીમાં આયોજિત આ ડાયરામાં 80 લાખ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં એક કેસમાં આરોપી કલાકાર દેવાયત ખવડ પર PSI એ પ્રેમ વરસાવ્યો હતો. જામીન પર મુક્ત દેવાયત ખવડ પર માળીયા મિયાણાના PSI નારણ ગઢવીએ રૂપિયાનો કોથળો ઠાલવ્યો હતો.