ક્રાઇમ@સુરેન્દ્રનગર: ટાવર ચોકમાં દાંડિયા રાસ દરમ્યાન થઈ બોલાચાલી, યુવકની કરાઇ જાહેરમાં હત્યા

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ કથળતી જઈ રહી છે.ત્યારે સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.લગ્નમાં દાંડિયા રાસમાં ડી.જે વગાડવા મુદ્દે માથાકૂટ થઈ હતી આ માથાકૂટમાં બોલાચાલી બાદ બે પક્ષો સામસામે આવી ગયા હતા અને આ અંગે છરી જેવા હથિયાર થી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અશરફ નામના યુવકનું મોત નિપજતા ગુનો હત્યામાં પલટાઈ ગયો છે.

આ મામલે આબીદ અને યાસીનભાઈને ઇજાઓ પહોંચતા મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ અંગે 5 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે માંથી મુરાદ અમીન અને દોશમ.હંમદ નામના ઇસમોની અટકાયત કરવામાં આવી છે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજુ પણ હત્યાના મુખ્ય બે આરોપીઓ ફરાર છે.