રાજનીતિ@સાબરકાંઠા: સાબરડેરીની મતદાર યાદી પ્રસિદ્ધ થતાં હવે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ
અટલ સમાચાર, ડેસ્ક
સાબરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે 31 જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યુ છે કે, આગામી 6 ફેબ્રુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા, દાવા અને હક્ક રજૂ કરી શકાશે. સાબરડેરીની મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સાથે જ સાબરડેરીની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. મતદાર યાદી પ્રસિદ્ધ કરવા સાથે જ હવે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. મતદાર યાદી સામે વાંધો રજૂ કરવા માટે અપાયેલ સમય બાદ સુનાવણી કરીને શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. આ સાથે જ હવે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર આ તરફ મંડરાઈ છે.
ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે શામળ પટેલ છે. જેઓ સાબરડેરીના ચેરમેન છે, જેના પાયા પર જ તેઓ અમૂલની કમાન સંભાળી રહ્યા છે. શામળ પટેલ માટે આ મહત્વની ચૂંટણી છે અને તેમાં જીત તેઓને અમૂલના પદને જાળવી શકે છે. આ માટે રાજ્ય ભરના સહકારી રાજકારણની નજર અહીં મંડરાઈ છે.
સાબરડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. જેને લઈ સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર પણ હવે સાબરડેરી પર મંડરાઈ છે. સાબરડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે 31 જાન્યુઆરીથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં દર્શાવ્યુ છે કે, આગામી 6 ફેબ્રુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા, દાવા અને હક્ક રજૂ કરી શકાશે. જે નાયબ ક્લેકટર હિંમતનગરની કચેરીએ રજૂ કરી શકાશે.