અપડેટ@દેશ: રાહુલ ગાંધીને સુપ્રીમથી રાહત બાદ પૂર્ણેશ મોદીનું મોટું નિવેદન, કાનૂની લડાઈ.....
અટલ સમાચાર, ડેસ્ક
માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધીની તરફેણમાં ચુકાદો આપતા તેમની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ અને આખો પક્ષ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાને લઈને ઉત્સાહિત છે. કોંગ્રેસના મોટા નેતાઓ આ ચુકાદાને સત્યની જીત ગણાવી રહ્યા છે.
આ મામલે અરજદાર અને ગુજરાતના સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય, પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે, અમે આ નિર્ણયને આવકારીએ છીએ. આગામી સમયમાં આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે ત્યારે અમારી તરફથી ત્યાં કાયદાકીય લડત લડવામાં આવશે.
વાસ્તવમાં, આ આખો મામલો 2019નો છે, જ્યારે ચૂંટણી પ્રચારના એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોનુ નામ મોદી કેમ રીતે હોય છે. રાહુલે આ માટે નીરવ મોદી, લલિત મોદીના નામ લીધા હતા. બીજી તરફ આ નિર્ણય બાદ અરજદાર પૂર્ણેશ મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે. રાહુલ ગાંધી અટક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને પૂછ્યું કે, આ કેસમાં રાહુલ ગાંધીને મહત્તમ સજા કેમ કરવામાં આવી ? જો કે કોર્ટે રાહુલ ગાંધીનું નિવેદન વાંધાજનક હોવા પર સહમતિ વ્યક્ત કરી હતી, પરંતુ આ સજા તેમના માટે યોગ્ય નથી.