રાધનપુર: ભારે પવન સાથે વરસાદથી દેવ ગામે મકાનના પતરા ઉડયા
અટલ સમાચાર, પાટણ વાયુ વાવાઝોડાના કારણે ગતરાત્રીએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેમાં અનેક જગ્યાએ મકાનો-તબેલાના પતરા, વાહનોને નુકશાન અને પશુઓના મોતના સમાચાર મળી રહયા છે. રાધનપુરના દેવ ગામમાં ગતરાત્રીએ આવેલા વાવઝોડા સાથેના વરસાદમાં એક મકાનના પતરા ઉડી ગયા હતા. રાધનપુરમાં મોડીરાત્ર સુધી ભારે વરસાદ પડયો હોવાથી ભારે નુકશાન થયુ હોવાના
Jun 13, 2019, 14:01 IST

અટલ સમાચાર, પાટણ
વાયુ વાવાઝોડાના કારણે ગતરાત્રીએ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેમાં અનેક જગ્યાએ મકાનો-તબેલાના પતરા, વાહનોને નુકશાન અને પશુઓના મોતના સમાચાર મળી રહયા છે. રાધનપુરના દેવ ગામમાં ગતરાત્રીએ આવેલા વાવઝોડા સાથેના વરસાદમાં એક મકાનના પતરા ઉડી ગયા હતા.
રાધનપુરમાં મોડીરાત્ર સુધી ભારે વરસાદ પડયો હોવાથી ભારે નુકશાન થયુ હોવાના સમાચાર મળી રહયા છે. રાધનપુરના દેવગામમાં ૮ વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ પડવાથી ખેતરમાં રહેતા જયંતિભાઇ રાજાભાઇ ચૌધરીના મકાનના પતરા ઉડી ગયા હતા. જોકે હજી સુધી જાનહાનિના કોઇ સમાચાર પ્રાપ્ત નથી થયા.