રાધનપુર નગરપાલિકામાં મહિલાની ઇજ્જત લેવાનો પ્રયાસ: સ્થાનિક નેતાના પુત્રનું કારસ્તાન ?

અટલ સમાચાર, મહેસાણા કોંગ્રેસના પાલિકા ઉપપ્રમુખે ફોનમાં ભાજપના નેતાને બધી વિગત જણાવી: મામલો ગંભીર રાધનપુર નગરપાલિકામાં નોકરી કરતા એક યુવકે અરજદાર તરીકે આવેલી મહિલાની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યાનો ઓડિયો વાયરલ થયો છે. સ્થાનિક નેતા પુત્રએ ગત બુધવારે કારસ્તાન આચર્યાના આક્ષેપ થયા છે. જેના પગલે ગુરુવારે પાલિકામાં હોબાળો થયો હતો. મામલો ગંભીર બને અને ખુરશી જવાની
 
રાધનપુર નગરપાલિકામાં મહિલાની ઇજ્જત લેવાનો પ્રયાસ: સ્થાનિક નેતાના પુત્રનું કારસ્તાન ?

અટલ સમાચાર, મહેસાણા 

કોંગ્રેસના પાલિકા ઉપપ્રમુખે ફોનમાં ભાજપના નેતાને બધી વિગત જણાવી: મામલો ગંભીર

રાધનપુર નગરપાલિકામાં નોકરી કરતા એક યુવકે અરજદાર તરીકે આવેલી મહિલાની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યાનો ઓડિયો વાયરલ થયો છે. સ્થાનિક નેતા પુત્રએ ગત બુધવારે કારસ્તાન આચર્યાના આક્ષેપ થયા છે. જેના પગલે ગુરુવારે પાલિકામાં હોબાળો થયો હતો. મામલો ગંભીર બને અને ખુરશી જવાની બીકથી નેતાએ મહિલાની માફી માંગી છે. જોકે હજુ પણ ઉકળતો ચરૂ હોવાનું સામે આવ્યું છે.

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં સ્થાનિક નેતાના પુત્રએ આવાસ યોજનાના કામે આવેલી મહિલાની છાતી પકડી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. રાધનપુર પાલિકાના ઉપપ્રમુખ રમેશ ગોકલાણી ભાજપના ચકનભાઇ ઠકકર સાથે વાત કરી સમગ્ર વિગત જણાવી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે કે, પાલિકામાં નોકરી કરતા યુવકે ઇજ્જત લીધા દરમિયાન કોઈ ન હતું. ગભરાહટના માહોલ વચ્ચે મહિલા ઘેર દોડી આવી હતી. આ પછી સગાં સંબંધીઓને વિગત જણાવી હતી. જેથી બીજા દિવસે પાલિકા આવી સંબંધિત લોકો સમક્ષ નેતા પુત્રને ઓળખી બતાવ્યો હતો. યુવક પાલિકાના કારોબારી ચેરમેન કાનજી પરમારનો પુત્ર હોવાની ખાતરી થતાં સ્થળ ઉપર અફરા-તફરી મચી ગઇ હતી. જેની જાણ કારોબારી ચેરમેનને થતાં તાત્કાલિક અસરથી પીડિત મહિલાની પ્રણામ કરી માફી માંગી હતી. આ સાથે મામલો ગંભીર ન બને તે માટે મહિલા અને તેના સંબંધિતોને અનેક વિનવણી કરી હતી. જોકે મહિલાએ નમતું નહીં જોખતાં કારોબારી ચેરમેનના લાગતા-વળગતા નેતા અને દિગ્ગજ આગેવાનો સુધી રજૂઆત કરવા મથામણ આદરી છે.

આક્ષેપ છે જોકે મહિલા હોવાથી માફી માંગી

આ અંગે પાલિકાના કારોબારી ચેરમેન કાનજી પરમારે જણાવ્યું હતું કે મારા પુત્ર ઉપર આક્ષેપ છે. જોકે મહિલાની ઈજ્જત કરવાની હોવાથી માફી માંગી હતી.