બ્રેકિંગ@દેશ: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળ્યા જામીન, અમિત શાહ પર કરી હતી ટિપ્પણી

 
Rahul Gandhi

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે સુલ્તાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર રહ્યા હતાં. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન તત્કાલિન બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી દુઃખી થઈને ભાજપના નેતા અને ભૂતપૂર્વ સહકારી ચેરમેન વિજય મિશ્રાએ સિવિલ કોર્ટની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે સુનામણી હતી. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પોતાના ભારત જોડો ન્યાય યાત્રા છોડીને ન્યાયલયમાં હાજર રહ્યા હતાં.

ફરિયાદ નોંધાવનાર વિજય મિશ્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક રાષ્ટ્રીય પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે અમિત શાહને ખૂની ગણાવ્યા હતા. રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી તેઓ દુઃખી થયા છે. ત્યાર બાદ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સહકારી ચેરમેન વિજય મિશ્રાએ સિવિલ કોર્ટની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં આજે રાહુલ ગાંધીની હાજરી હતી.

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું નિર્દોષ છું અને મારા પર લગાવામાં આવેલા આરોપ ખોટા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીના વકીલે જજ સમક્ષ દલીલ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપીને આગામી તારીખ આપી હતી.