રાજનીતિ@દેશ: પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલ ગાંધીની ઇચ્છા, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી હવે પોતાના પક્ષના સિનિયર નેતાઓ પર મદાર રાખી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના પણ સિનિયર નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા , પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી વડે તેવી રાહુલ ગાંધીની ઇચ્છા છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે જેમાં વરિષ્ઠ નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે. ઉપરાંત રાજ્યોમાં મુખ્યમંત્રી પદની રેસમાં રહી ચુકેલા નેતાઓ પણ ચૂંટણી લડે તેવી પણ તેમની ઈચ્છા છે જેમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, રણદીપસિંહ સુરજેવાલા, દીપેન્દ્ર હુડ્ડા, અજય માકન, અરવિંદરસિંહ લવલી, અશોક ગેહલોત, સચિન પાયલટ , કમલનાથ, દિગ્વિજય સિંહ, જીતુ પટવારી, ઉમંગ સિંગર, અશોક ચવ્હાણ, નાના પટોલે, બાળાસાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ અને રાજા બ્રાર, પ્રતાપસિંહ બાજવા સહિતના નેતાઓ ચૂંટણી લડે તેવી રાહુલની ઈચ્છા છે.
ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે એક તરફ INDI ગઠબંધન તૂટવાના આરે છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ કોંગ્રેસને ઝડકો આપ્યો છે અને એકલા હાથે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને બિહારમાં પણ નીતિશ કુમાર આજે રાજીનામુ આપીને એનડીએ સાથે સરકાર બનાવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાનો નવા દાવ અજમાવવા જઇ રહી છે.