બિગબ્રેકિંગ@ગુજરાત: રાહુલ ગાંધી કાલે આવશે સુરત, ઉપલી કોર્ટમાં પડકારશે આ નિર્ણય

 
Rahul Gandhi

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. કોર્ટના નિર્ણયના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધી આવતીકાલે એટલે સોમવારે ઉપલી કોર્ટમાં અરજી કરવા માટે સુરત આવશે. રાહુલ ગાંધીએ બે વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી જે બાદ કોર્ટ દ્વારા જામીન પણ મળી ગયા છે.

 

રાહુલ ગાંધી માનહાની કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજીબાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા હતા. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીને આ મામલે બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમણે આ દરમિયાન સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી. તેમના જામીન મંજૂર કરાયા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.