બ્રેકિંગ@રાષ્ટ્રીય: સુરત કેસમાં સજા બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ્દ, કોંગ્રેસ હાઇકમાન્ડની તાત્કાલિક બેઠક

 
Rahul Gandhi

અટલ સમાચાર, ડેસ્ક

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ કરી દીધી છે. નોંધનીય છે કે, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

કાયદાના જાણકારોના જણાવ્યા પ્રમાણે, જનપ્રતિનિધિ કાયદાની કલમ 8(3) હેઠળ જોગવાઈ છે કે જો કોઇ ધારાસભ્ય કે સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ જતું રહે છે.

Jaherat
જાહેરાત

રાહુલના એક નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ નિવેદન આપ્યું હતું. કોર્ટે રાહુલને રૂ. 15,000ના અંગત બોન્ડ પર જામીન આપતાં 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી.

કઇ કલમ હેઠળ કેસ દાખલ કરાયો હતો?

સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાય હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ટના રક્ષણની જોગવાઈ છે .અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 400 અને 500 હેઠળ શું સજાની જોગવાઈ છે એ પણ આપને માહિતી આપી દઈએ. તો કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.