બ્રેકિંગ@ગુજરાત: પાટણ-મહેસાણા અને બનાસકાંઠામાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી વરસાદની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ભર ઉનાળે ફરી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ થવાની આગાહી કરી છે. 28 અને 29 મેએ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદ વરસવાની આગાહી છે. તો મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની માહિતી પણ હવામાન વિભાગે કરી છે. ભારે પવન ફુંકાવાના પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન ? 

બીજી તરફ આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 48% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના

અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 36 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 રહેશે. બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.