બ્રેકિંગ@ગુજરાત: આજે આ જીલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો એક જ ક્લિકે

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટો ઉદેપુર, ડાંગ,નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી,ભાવનગર, દેવભુમી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે 29 એપ્રિલના અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરક, વડોદરા, કચ્છ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 એપ્રિલના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને લોકલ એક્ટિવિટીના કારણે કમોસમી વરસાદ થય રહ્યો છે. અમુક વિસ્તારમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.