હવામાન@ગુજરાત: આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી, કચ્છ-મોરબીમાં રેડ એલર્ટ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત સહિત દેશભરમાં ચોમાસુ જામ્યુ છે. સામાન્ય રીતે 30 સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસું રહેતું હોય છે. એટલે કે ચોમાસુ પુરુ થવાને થોડા જ દિવસો બાકી છે ત્યારે જતા જતા મેઘરાજા ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો જામનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. પાટણ અને બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં આગાહી કરવામાં આવી છે.