આગાહી@ઉ.ગુ.: આજે પાટણ-મહેસાણા સહિત આ જિલ્લાઓમાં વરસાદ પડશે, જાણો એક જ ક્લિકે

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ ગુજરાતીઓને એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ વાતાવરણ યથાવત રહેશે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે કરા સહિત માવઠું થઇ શકે છે. બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને તૈયાર પાક પલળી રહ્યો છે. તેમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

Jaherat
જાહેરાત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલે, 21 માર્ચનાં રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી છે. 22 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. 23 માર્ચના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.