હવામાન@ગુજરાત: ગરમી વચ્ચે માવઠાથી રાહત, આજે આ વિસ્તારોમાં પડી શકે વરસાદ, જાણો નવી આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી જતા કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભેજ અને ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, પરંતુ જોકે લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીની સંભાવના નથી. જોકે આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના અનુમાન પ્રમાણે '26 અને 27 તારીખે વરસાદ થવાની વધારે સંભાવનાઓ નથી. જોકે 28-29એ વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ આ દરમિયાન રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હવામાં વધી રહેલા ભેજના કારણે વરસાદ થવાની સંભાવના દેખાઇ રહી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તથા આણંદમાં પણ વરસાદ થઈ શકે છે.'

અમદાવાદમાં થંડર ક્લાઉડ બનવાની શક્યતાઓ છે. જેથી વરસાદની વધુ સંભાવનાઓ નથી. જોકે, અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવીટીને કારણે વરસાદ રહેશે. તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે પણ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો વરસાદની અન્ય શક્યતાઓ હશે તો ત્રણ કલાક પહેલા તે અંગે માહિતી આપવામાં આવશે તેમ ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે.