વાતાવરણ@ગુજરાત: સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

 
Varsad 03

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માવઠાની આગાહી વચ્ચે ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે અને આગામી દિવસમાં ગરમીનું જોર હજુ પણ વધવાની સંભાવના હવામાન વિભાગ કરી રહ્યું છે.

આગામી 48 કલાક સુધી રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને તે પછી અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તારીખ 12 અને 13 દરમિયાન અમદાવાદમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસ રાજ્યનું હવામાન સૂકું રહ્યા પછી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદની સાથે આણંદ, વડોદરા જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે.

આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તારીખ 13મી એપ્રિલે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી માટે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી અને ભાવનગર માટે પણ માવઠાની આગાહી છે.