ચોમાસું@બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ, ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદ પડતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી. જિલ્લાના સૌથી વધુ વરસાદ દાંતીવાડામાં 104 મિમિ, દાતામાં 73 મિમિ, વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની અગાહી કરવામાં આવી છે. જેને લઇ ગઈકાલથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, આજે વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ પડેલ કેટલાક વિસ્તારમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા જોઈએ તો વાવમાં 01 મિમિ, થરાદમાં 07 મિમિ, ધાનેરામાં 10 મિમિ, દાંતીવાડામાં 104 મિમિ, અમીરગઢમાં 44 મિમિ, દાતામાં 73 મિમિ, વડગામમાં 41 મિમિ, પાલનપુરમાં 37 મિમિ, ડીસામાં 70 મિમિ, દિયોદરમાં 40 મિમિ, ભાભરમાં 24 મિમિ, કાંકરેજમાં 13 મિમિ, લાખણીમાં 19 મિમિ અને સુઈગામમાં 05 મિમિ વરસાદ નોંધાયો છે.