બ્રેકિંગ@દેશ: રાજસ્થાનના CM અશોક ગેહલોતની તબિયત અચાનક લથડી, દિલ્હી પ્રવાસને કરાયો રદ્દ
  Updated: May 27, 2023, 10:39 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર, ડેસ્ક
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. સીએમ ગેહલોતની તબિયત નાદુરસ્ત હોવાનું કહેવાય છે. ડોક્ટરોએ મુખ્યમંત્રીને એક દિવસનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
CM અશોક ગેહલોતના દિલ્હી પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. નોંધનીય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે યોજાનારી આ બેઠકમાં MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા જેવી બાબતો પર ચર્ચા કરવાની હતી.

