બનાવ@રાજકોટ: ચોરીની શંકાએ કારખાનેદારે 19 વર્ષીય શ્રમિકને ઢોર માર મારતા મોત
રાજકોટ

અટલ સમાચાર, ડેસ્ક


શાપર વેરાવળ નજીક પડવલા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ચોરીની શંકાએ કારખાને દારે શ્રમિકને માર મારતા મોત થયું છે. ગત 7 તારીખે પડવલા ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ રહેતા અને કારખાનામાં જ કામ કરતા 19 વર્ષીય શ્રમિક સોનું મહેશભાઈ આહિરવાડને કારખાને દારે ઢોર માર માર્યો હતો. કારખાનાના માલિક વિજય પટેલ સહિતે પટ્ટા -લાકડી વડે માર મારતા સારવાર અર્થે શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ચોરીની શંકાએ કારખાને દારે શ્રમિકને માર મારતા મોત થયું છે. જેનું સારવાર દરમ્યાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જેની જાણ પોલીસને થતા કારખાને દારને સકંજામાં હતો. આ અંગે પરિવારના સભ્યોએ કહ્યું કે, ચોરીની શંકાએ માર માર્યો હતો જેના કારણે તેમનું મોત નિપજ્યું છે.