રાજકોટઃ નર્સીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં ચકચાર

છેલ્લે મોબાઈલમાં વાત કરી આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. જો કે આ વિદ્યાર્થિનીએ ક્યા કારણ આ પગલું ભર્યું તે સામે આવ્યું નથી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 
મોત

અટલ સમાચાર, ડેસ્ક
 

રાજકોટમાં નર્સીંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શાપર નજીક ઢોલરામાં આવેલ જય સોમનાથ નર્સીંગ કોલેજમાં આ બનાવ બન્યો છે. મૂળ મેંદરડાના અણીયારા ગામની અને નર્સીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. છેલ્લે મોબાઈલમાં વાત કરી આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. જો કે આ વિદ્યાર્થિનીએ ક્યા કારણ આ પગલું ભર્યું તે સામે આવ્યું નથી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ગુજરાતની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, તંત્રમાં મચી દોડધામ
વાંકાનેર:  વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના 3થી 3.30 વાગ્યાના અરસામાં મકનસરથી વાંકાનેર વચ્ચે આ ઘટના બની હતી. બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા મૂકી ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અંગે સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમ 1989ની કલમ 150-(1)-(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.