દુર્ઘટના@રાજકોટઃ વીજ કરંટ લાગતાં 2 જુવાન જોધ યુવકોના મોતથી પરિવારમાં માતમ છવાયો

ઘટનાને પગલે મૃતકના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
 
મોત.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હવે સત્તાવાર રીતે ચોમાસું ચાલુ થઇ ગયું છે આ સાથે અનેક સ્થને અનેક બનાવો સામે આવતા રહે છે. આ સાથે વીજળી અને વીજ કરંટના બનાવો ચોમાસામાં ઘણા વધી જાય છે આવા સમયમાં લોકો પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે એ વધુ મહત્વનું રહે છે. આ સાથે આવી દુર્ઘટના રાજકોટમાં સામે આવી છે.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

જેતપુરના વાળા ડુંગરા ગામે 2 વ્યકિતના મોત થયા છે.  ડેમ કાઠે પાણીના ખાડામાં મોટર ઉતારવા જતા વીજ કરંટ લાગ્યો હતો જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે મૃતકના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. મૃતકના નામ રિકીન મકવાણા અને સંજય સરવૈયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં બન્નાને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેા