રાજકોટઃ નવા ઘરમાં રહેવા ગયેલા, નવદંપતીએ સજોડે આપઘાત કરી જીવન ટુંકાવ્યું
રાજકોટ .

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ-નવદંપતિનો સજોડે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા યુવા દંપતીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. આત્મહત્યા કરનાર બાબુ સોલંકી વીડિયો શુંટીગ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હતો. ત્યારે એવુ તો શુ થયું કે બંનેએ મોત વ્હાલુ કર્યું. હાલ રાજકોટ પોલીસ આ આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે. 


રાજકોટમાં મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં નવદંપતીએ સજોડે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાબુ સોલંકી અને મમતા સોલંકી નામના નવદંપતીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.  બનાવના પગલે પોલીસને જાણ થતાં બી. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતીમાં ગૃહ કંકાસના લઈને આપઘાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની મમતાબેને વહેલી સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો. તો મમતાબેન મૂળ અંકલેશ્વરની રહેવાસી હતી. હાલ પોલીસ તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

યુવકના કાકા ભગવાનજીભાઈ સોલંકીએ જણાવ્યુ કે, ત્રણ મહિના પહેલા જ યુવક-યુવતીના લગ્ન થયા હતા. અને હજી ગઈકાલે જ તો પરિવારથી અગલ થઈને નવા ઘરમાં રહેવા ગયા હતા. ત્યારે તેઓએ કેમ સજોડે ગળાફાંસો ખાધો તે અમારા માટે પણ શોકિંગ છે.  પતિ પત્ની મોડે સુધી ન જાગતા અને પરિવારના લોકો આવતા દરવાજો પણ ન ખોલ્યો હતો. જેથી પરિવાજનોએ છાપરું ઉંચકાવીને અંદર જોયુ હતુ તો બંનેએ ઘરની લોખંડની આડીમાં દુપટ્ટા સાથે બાંધીને ગળે ફાંસો ખાધો હતો.