હત્યા@ગુજરાતઃ માતાએ જ પુત્રને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો
હત્યા@ગુજરાતઃ માતાએ જ પુત્રને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટનાં કુવાડવા રોડ પર માંએ પોતાની મમતા છોડીને પોતાના જ પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પુત્રની બિમારીથી કંટાળેલી જનેતાએ પોતાનાં જ દુપટ્ટાથી પુત્રની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતા યોગ્ય ઢબે તપાસ કરતા હત્યા હોવાનું સામે આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી અનુસાર દક્ષાબેન ડાગરીયા પોતાનાં પરિવાર સાથે રાજકોટનાં રણછોડવાડી વિસ્તારમાં રહે છે. પોતાનો પુત્ર પ્રિન્સ (ઉં.વ 17) મગજમાં ગાંઠોની બિમારી હોવાથી પીડાતો હતો. જેના કારણે તે સતત બિમાર રહેતો હતો. દક્ષાબેન પુત્રની બિમારી અને સંતાનને રિબાતું જોઇને દ્રવી ઉઠ્યા હતા. 5 એપ્રીલે આખરે તેમણે પોતાના જ પુત્રની હત્યા કરી નાખી હતી. જો કે હત્યા પણ તેમણે સારૂ મુહર્ત જોઇને કરી હતી. જેથી આગલા જનમમાં પુત્ર ફરી આવી બિમારીઓથી ના પીડાય.

પોતાના દિકરાને નીચે જમીન પર સુવડાવીને દુપટ્ટો ગળામાં બાંધીને બીજો છેડો સિલાય મશીન સાથે બાંધી દીધો હતો. મશીન વહેતું મુકતા પુત્રના ગળે ટુપો આવી ગયો હતો. જો કે પુત્ર પલંગ પરથી પડી જતા મૃત્યુ પામ્યો હોવાની કેફિયત તેમણે પોલીસમાં આપી હતી. જો કે પોસ્ટમોર્ટમમાં ગળે ટુપો આપીને હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કડક હાથે પુછપરછ કરતા આખરે ચોંકાવનારી ઘટના સામે આવી હતી.