ઘટના@રાજકોટઃ CA કરતી દીકરીને માતાપિતાએ 6 મહિનાથી ઘરમાં પૂરી રાખી, અંતે મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરથી એક 25 વર્ષીય યુવતીને છોડાવી હતી. યુવતીને તેના જ માતાપિતાએ ગોંધી રાખી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ
 
ઘટના@રાજકોટઃ CA કરતી દીકરીને માતાપિતાએ 6 મહિનાથી ઘરમાં પૂરી રાખી, અંતે મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરથી એક 25 વર્ષીય યુવતીને છોડાવી હતી. યુવતીને તેના જ માતાપિતાએ ગોંધી રાખી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જે બાદમાં સંસ્થાના કાર્યકરો યુવતીની સ્થિતિ જોવા માટે તેના ઘરે પહોંચ્યા હતા ત્યારે ચોંકવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ પથારીયે પડી હોય તેવું લાગી રહ્યું હતું. પરિવારે જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. ઘરમાં યુરીન ભરેલી કોથળીઓ પણ હતી. સંસ્થાએ જ્યારે યુવતીને હૉસ્પિટલ ખસેડવાની વાત કરી ત્યારે પરિવાર તૈયાર થયો ન હતો. આથી સંસ્થાએ પોલીસની મદદથી યુવતીને સારવાર માટે ખસેડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી હાડપિંજર બની ગઈ છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી. એવી વિગતો સામે આવી છે કે યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે તૈયાર ન હતા પરંતુ સારવાર માટે અનેક અનેક લોકો પાસેથી રૂપિયા મેળવતા હતા. મળતી માહિતી પ્રમાણે યુવતી સીએનો અભ્યાસ કરતી હતી. આ પરિવાર છેલ્લા છ મહિનાથી અહીં રહેવા માટે આવ્યો હોવાનું લોકોનું કહેવું છે.