રાજકોટ: લૉકડાઉન વચ્ચે સરકારી શાળાએ વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટની પારડી ગામમાં આવેલી શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળાએ ધોરણ 1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યાં હતાં. જોકે, આ વાતની જાણ થતા મીડિયા તરત જ ત્યાં પહોંચ્યું તો શાળાએ બાળકોને રજા આપી દીધી હતી. આ અંગે શાળાનાં શિક્ષકો અને આચાર્ય આ અંગે કાંઇપણ કહેવા તૈયાર નથી.મળતી માહિતી પ્રમાણે શાળાએ વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નપત્રો
 
રાજકોટ: લૉકડાઉન વચ્ચે સરકારી શાળાએ વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટની પારડી ગામમાં આવેલી શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળાએ ધોરણ 1થી 8ના 100 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યાં હતાં. જોકે, આ વાતની જાણ થતા મીડિયા તરત જ ત્યાં પહોંચ્યું તો શાળાએ બાળકોને રજા આપી દીધી હતી. આ અંગે શાળાનાં શિક્ષકો અને આચાર્ય આ અંગે કાંઇપણ કહેવા તૈયાર નથી.મળતી માહિતી પ્રમાણે શાળાએ વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નપત્રો લેવા માટે બોલાવ્યાં હતાં. જેથી તેઓ ઘરે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ: લૉકડાઉન વચ્ચે સરકારી શાળાએ વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા

લૉકડાઉનમાં શાળા શરૂ કરીને 100 વિદ્યાર્થીઓને બોલવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જે. વ્યાસે તપાસનાં આદેશ આપ્યાં છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે કહ્યું કે, અમે શાળા શરૂ કરવાનાં કોઇ આદેશ આપ્યાં નથી. શાળાને નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવશે.

રાજકોટ: લૉકડાઉન વચ્ચે સરકારી શાળાએ વેકેશનમાં વિદ્યાર્થીઓને બોલાવ્યા

રાજકોટની આ શાળામાં આવેલા 100 જેટલા વિદ્યાર્થીઓએ તો મોં પર માસ્ક બાંધીને આવ્યાં હતા પરંતુ ત્યાંના શિક્ષક કોઇપણ સુરક્ષા વગર જ બાળકોને ભણાવી રહ્યાં હતાં. શિક્ષકે ન તો મોં પર માસ્ક પહેર્યો હતો ન તો હાથમાં ગ્લોવ્ઝ પહેર્યા હતાં. નોંધનીય છે કે, રાજકોટમાં 113 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 79 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 34 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. રાજકોટમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસે આજે અલગ-અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને પેટ્રોલિંગ કર્યું હતું.