રાજકોટ: જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી સહિત 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નહોતો નોંધાયો. ત્યારે આજે વહેલી સવારે આવેલ રિપોર્ટમાં એક સાથે ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ આ ત્રણેય પોઝિટિવ કેસ એક જ જગ્યાના છે. આ જગ્યા એ બીજો કોઇ જ નહિ પરંતુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ હોટસ્પોટ
 
રાજકોટ: જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી સહિત 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અટલ સમાચાર,ડેસ્ક

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નહોતો નોંધાયો. ત્યારે આજે વહેલી સવારે આવેલ રિપોર્ટમાં એક સાથે ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ આ ત્રણેય પોઝિટિવ કેસ એક જ જગ્યાના છે. આ જગ્યા એ બીજો કોઇ જ નહિ પરંતુ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ હોટસ્પોટ વિસ્તાર એવો જંગલેશ્વર વિસ્તાર માંથી જ ત્રણેય કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટમાં નોંધાયેલ ત્રણ કેસ પૈકી બે કેસ હાલ તંત્ર દ્વારા જે એરિયા ને સિલ કરવામાં આવ્યો છે, તેમાંથી નોંધાયા છે જ્યારે અન્ય એક કેસ જંગલેશ્વર વિસ્તાર નો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાંથી નોંધાયો છે. જે ત્રણ વ્યક્તિઓના કેસ પોઝિટિવ નોંધાયા છે તેમાંથી એક 11 દિવસની બાળકી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે અન્ય બે કેસમાં 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે કે 37 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે બાળકી ના માતા પિતા ના રિપોર્ટ નેગેટીવ હોવાનું જાણવા મળ્યું હતું

રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાંથી જ વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ પોઝિટિવ કેસનો આંક 21 પર પહોંચ્યો છે. 3 પૈકી 2 કેસ કલ્સટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં સામે આવ્યા છે. જ્યારે 1 કેસ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવતી ચેપ લાગ્યો છે. હાલ કુલ 13 પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે 8 દર્દી રિકવર થતા સારવાર માંથી રજા આપવામાં આવી છે.