રાજકોટઃ મહિલા વ્યાજખોરના ત્રાસથી પતિએ ઘર છોડ્યુંં, પત્નિએ ઝેર પીધું

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટ શહેરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોર મહિલાની સતત ધમકી અને ત્રાસથી કંટાળી જઈ રૈયામાં રહેતા રીક્ષાચાલકે ઘર છોડી દીધુ છે. તો તેની પત્નિએ ચિંતામાં ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. રીક્ષાચાલક આધેડે મિત્ર માટે રૂા.10 લાખ સાધુ વાસવાણી રોડ પર
 
રાજકોટઃ મહિલા વ્યાજખોરના ત્રાસથી પતિએ ઘર છોડ્યુંં, પત્નિએ ઝેર પીધું

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોર મહિલાની સતત ધમકી અને ત્રાસથી કંટાળી જઈ રૈયામાં રહેતા રીક્ષાચાલકે ઘર છોડી દીધુ છે. તો તેની પત્નિએ ચિંતામાં ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.

રીક્ષાચાલક આધેડે મિત્ર માટે રૂા.10 લાખ સાધુ વાસવાણી રોડ પર રહેતી મહિલા પાસેથી 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. મિત્રે હાથ ઉંચા કરી દેતા આધેડ વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયા હતા. મહિલા તરફથી સતત મળતી ધમકીઓથી કંટાળી જઈ આધેડે ઘર છોડી દીધુ હતું તેમજ તેની પત્નિએ ચિંતામાં આજરોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.

બનાવની જાણ મુજબ રૈયાગામમાં ચાંદની મંડપ સર્વીસની બાજુમાં રૈયા ગામમાં રહેતા મુમતાઝબેન મહમદભાઈ સીપાઈ ઉ.વ.45 નામની મહિલાએ આજરોજ સવારના ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ હોસ્પીટલ બીછાનેથી વર્ણવેલી હકીકત મુજબ તેમના પતિ મહમદભાઈ રીક્ષા ચલાવે છે અને તેઓ રોટલી વણી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે તેમને સંતાનમાં એક પુત્ર ત્રણ પુત્રી છે.

પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિએ ચાર વર્ષ પૂર્વે સાધુ વાસવાણી રોડ પર આવેલી જાહીદા નામની મહિલા પાસેથી રૂા.10 ટકા લેખે મિત્ર અસલમ માટે વ્યાજે લીધા હતા. અસલમે હાથ ઉંચા કરી દેતા પરિણીતાનાં પતિ મહમદ સીપાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મહિલા દ્વારા વ્યાજની રકમ માટે ઉઘરાણી કરી પોતે ઝેરી દવા પી ફસાવી દેશે તેવી ધમકી આપતી હતી.

પરિણીતા રૂા.2 લેખે રોટલી વણતા હોય તેમણે ઉછીનાં ઉધાર કરી જાહીદાને રૂા.2 લાખ કટકે-કટકે આપ્યા હતા. ત્યારબાદ પણ કટકે-કટકે રકમ ચુકવી હતી. પરંતુ મહિલાએ પૈસા એક સાથે આપવાનો આગ્રહ રાખી સતત ધમકીઓ આપતા પરિણીતાના પતિ 15 દિવસ પૂર્વે ઘર છોડી ગયા હતા ત્યારબાદ પણ સતત ધમકીઓ મળતા તેનાથી કંટાળી જઈ મુમતાઝબેને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે મહિલાનું નિવેદન લઈ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.