ચોંક્યાં@ગુજરાત: રાજ્યસભાના સાંસદ બન્યા સાયબર ઠગાઈનો ભોગ, જાણો એક જ ક્લિકે
Updated: Nov 12, 2023, 14:17 IST
અટલ સમાચાર, ડેસ્ક
એક સમયે “ભાજપના સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા” તેવું નિવેદન આપી ચર્ચાનું કેન્દ્ર બનેલા ભાજપના સિનિયર નેતા તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરીયા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. સાંસદ રામ મોકરીયા સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. રામ મોકરિયાને એક યુવકે ફોન કરીને કહ્યું હતું કે તે ભાજપનો કાર્યકર છે અને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી 15000 રૂપિયાની માંગણી કરી હતી.
સાંસદ રામ મોકરીયાએ રૂ.15000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા કર્યા હતા. જો કે બાદમાં ફોન કરનાર યુવકનું લોકેશન છત્તીસગઢમાં નીકળ્યું હતું, જે બાદ સાંસદને જાણ થઇ હતી કે, તે છેતરપીંડીનો ભોગ બન્યા છે.