ધાર્મિક@ડાકોર: જન્માષ્ટમીને લઈ રણછોડજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું

 
Dakor

અટલ સમાચાર, ડેસ્ક

ડાકોરમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય ઉજવણીના ભાગરૂપે રણછોડજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે ડાકોરના ઠાકોર વિવિધ આભૂષણો સહિત કરોડો રૂપિયાનો હીરા જડિત મોટો મુગુટ ધારણ કરશે. ત્યારબાદ મોટા ઠાકોરનું સોનાનું લાલજી સ્વરૂપ સોનાના પારણામાં બિરાજશે.

જન્માષ્ટમીના દિવસે સવારે 4:45 કલાકે મંદિર ખુલશે.ત્યારબાદ સવારે 5 કલાકે ઉત્થાપન આરતી થશે. બપોરે 1 વાગ્યે ભગવાન પોઢી જશે. રાત્રે 12 કલાકે કૃષ્ણ લલ્લાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બાદ શ્રીજીની સેવા અને ત્યારબાદ મહાભોગ થઈ શ્રીજી મહારાજ પોઢી જશે.બીજે દિવસે નંદ મહોત્સવના દિવસે દર્શનનો સમય નીજ મંદિર સવારે ૮:૪૫ના ખુલી ૯ કલાકે મંગળા આરતી થશે.