રોજગાર@ગુજરાત: શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે 2023 છે. આ ભરતીને લગતી તમામ માહિતીઓ ઓફિશિયલ વેબસાઇટ https://www.ssagujarat.org/ પર આપવામાં આવી છે.
કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
આ ભરતીમાં કુલ 112 જગ્યા ખાલી છે જેમાં સિવિલ ઈજનેરની 92, ઇલેક્ટ્રિક ઈજનેરની 02 તથા આસિસ્ટન્ટ આર્કીટેકની 18 જગ્યા ખાલી છે.
પગાર ધોરણ
આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો સિવિલ ઈજનેરના પદ માટે 30,000, ઇલેક્ટ્રિક ઈજનેરના પદ માટે 30,000 અને આસિસ્ટન્ટ આર્કીટેકની પદ માટે 20,000નો પગાર ચૂકવવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.ssagujarat.org/ પર અરજી કરી શકે છે. આધારકાર્ડ, કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, ડિગ્રી, ફોટો
આ રીતે કરો અરજી
સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.ssagujarat.org/ પર જઈ Career સેકશનમાં જાઓ
હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો
હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો