રોજગાર@ગુજરાત: રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં આવી મોટી ભરતી, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 4 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો 17 મે 2023 સુધીમાં ફોર્મ ભરી શકે છે. આ માટે ઓફિશિયલ વેબસાઇટ https://gsrtc.in/ ની મુલાકાત લઇ શકો છો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમ.એમ.વી, ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રીશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. તમામ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈટીઆઈ ટ્રેડમાં પાસ હોવું જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. ત્યાર બાદ સિલેક્ટ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ વેકેન્સીઓ માટે પગાર ધોરણને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
* આધારકાર્ડ, અભ્યાસની માર્કશીટ, અનુભવનું સર્ટિફિકેટ, ફોટો, સહી
અરજી કઇ રીતે કરવી?
* આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
* ત્યારબાદ તારીખ 05 મે 2023 થી 17 મેં સુધીમાં અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.