ભરતીઃ PSI અને લોકરક્ષક દળની આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે

જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં.
 
file photo
ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.

અટલ સમાચાર, ડેસ્ક

PSI અને લોકરક્ષક દળની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. તેમજ PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ, બન્ને પરીક્ષા માટે દોડ એક કરીએ છીએ, બાકી બન્ને ભરતી અલગ-અલગ છે. લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્કમાંથી મળવાપાત્ર માર્ક લોકરક્ષકમાં જતા રહેશે. એ જ રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય એનું ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. બન્ને માટે અલગ અલગ ફોર્મ છે.


LRDની ભરતીમાં 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે. ત્યારે દિવ્યભાસ્કર તમને જણાવી રહ્યું છે કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલું દોડશો તો તમને કેટલા માર્ક્સ મળશે. તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પુરુષ અને મહિલા ઉમેદવારોને વધુમાં વધુ 25, જ્યારે ઓછામાં ઓછા 10 માર્ક્સ આ દોડની કસોટીમાં મળવાના છે.

LRD માટે પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.