અપડેટ@ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આજે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે, આજે એટલે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન ખાતાએ આપેલી આગાહી પ્રમાણે, આવતી કાલે 19મી તારીખે એટલે મંગળવારે રેડ એલર્ટ આપવામાં આવ્યુ નથી. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. એટલે કે અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.