હડકંપ@અમદાવાદ: મસાજ-જમવાની સાથે ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ, 19 લોકો ઝડપાયા

 
Jugar

અટલ સમાચાર, ડેસ્કઅમદાવાદમાંથી જ જન્માષ્ટમી પહેલા PCB એ જુગારધામ પકડાયું છે. શહેરના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં ચાલતા જુગારધામ પર પહોંચેલી પોલીસે 25 જેટલા લોકોને પકડી પાડ્યા છે અને તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે. પકડાયેલા લોકોમાં મોટા નામોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાંથી પકડાયેલું હાઈપ્રોફાઈલ જુગારધામ વસ્ત્રાપુરના ન્યૂયોર્ક ટાવરમાં ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસને આ અંગે માહિતી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ જુગારધામ ધમો ઊંઝા (42) દ્વારા ચલાવવામાં આવતું હતું જે વિસનગર રોડ, ઊંઝા મહેસાણાનો રહેવાસી છે અને ખેતી સાથે સંકળાયેલો છે. આ સાથે કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પકડાયેલા શખ્સોમાં સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક મોટા માથા પણ પકડાયા છે. પકડાયેલા લોકોમાં મોટાભાગના લોકો અમદાવાદના છે અને ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે જુગારધામ પર પહોંચીને પકડેલા લોકોની સાથે લાખો રૂપિયા અને નોટો ગણવાનું મશીન પણ કબજે કર્યું છે. પ્રાથમિક તપાસમાં આ કેસમાં મોટા ખુલાસા થયા છે. વસ્ત્રાપુરના ન્યૂયોર્ક ટાવરમાં ચલાવવામાં આવતા જુગારધામના સ્થળ પર મસાજ, જમવા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી પંચનામું કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી મળેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. રૂપિયાની સાથે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન સહિત તેમના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. હવે મોબાઈલ ફોન અને સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ કરતા આગામી સમયમાં હજુ વધુ મોટા ખુલાસા થઈ શકે છે. પકડાયેલા મુદ્દામાલમાં રૂપિયા, મોબાઈલ ફોન, ગંજીફાની કેટ, ડીવીઆર, રૂપિયા ગણવાનું મશીન, પ્લાસ્ટિકના મિલન-1 લખેલા 1000 કોઈનનો સમાવેશ થાય છે. આ પ્રકારના જુગારધામ શહેરમાં અન્ય ક્યાં ચાલે છે તે અંગે પણ ખુલાસા થઈ શકે છે.