રાહત@પાટણ: શંકાસ્પદ કોરોના વાયરસના વધુ 12 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ
અટલ સમાચાર, પાટણ
પાટણ જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના ના 322 સેમ્પલ લેવાયા, 15 પોઝીટીવ, 236ના રિપોર્ટ નેગેટીવ, 11ને ડિસ્ચાર્જ કરાયા
પાટણમાં શંકાસ્પદ કોરોના વાયરસના વધુ 12 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવતા રાહતના સમાચાર સામે આવ્યા છે. પાટણમાં COVID-19 પોઝીટીવ આવનાર દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે ત્યારે ગત રોજ વધુ 12 લોકોના ટેસ્પ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણ અટકવવા પૂરતી તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની સઘન કામગીરી અંતર્ગત તા.20 એપ્રિલના રોજ 2.38લાખ લોકોનો સરવે કરવામાં આવ્યો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 322 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૨૨૬, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે 75 અને કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે 21 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. બહારથી આવેલા મુસાફરો સહિત નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે 08, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે 10 અને સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટ-સિદ્ધપુર ખાતે 16 એમ કુલ 34 જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગનો દાવો છે કે, પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.20 એપ્રિલના રોજ 59,706 ઘરોની મુલાકાત લઈ 2,38,865 લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા 408 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર શહેરમાં શરૂ કરવામાં આવેલા 12 જેટલા મહોલ્લા ક્લિનિકમાં 204 જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. જિલ્લાના કંટ્રોલરૂમ નં.02766-234295 પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે

