બિગબ્રેકિંગ@ગુજરાત: 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતાં જિલ્લાના ખેડૂતોને પણ મળશે 10 કલાક વીજળી
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે. રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ છે કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામા આવી રહી છે. જોકે અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળી હતી.
આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેની અમલવારી તા.02-09-2023થી કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.05-09-2023 થી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.