રિપોર્ટ@અમદાવાદ: સ્પામાં દરોડા વચ્ચે 10 PI-56 PSIની બદલી, જુઓ આખું લિસ્ટ
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 56 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. pic.twitter.com/ryMbuqi7u2
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 19, 2023
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 10 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. અમદાવાદમાં 56 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની પણ વહીવટીકારણોસર બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓની વહીવટી કારણોસર તેઓના નામ સામે જણાવેલ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. pic.twitter.com/ELZJFMy6Ou
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 19, 2023
સૂત્રોએ જણાવ્યું હતું કે, દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 27 જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને 180 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.