રિપોર્ટ@સુરત: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના મોતને લઈને તપાસ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, જાણો અહીં

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ ડો. રાજેન્દ્ર રામાણીના અવસાનને લઈને ભારે આક્ષેપો થયાં હતાં. ડો. રામાણીના પરિવારજનોએ કામના ભારણથી લઈને બીમાર હોવા છતાં કામ કરાવાતું હોવાના આક્ષેપ કર્યા હતા. જેને લઈને એક તપાસ કમિટી નિમવામાં આવી હતી. આ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં રેગિંગ સહિતના તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યાં છે. જોકે હવે બીમાર પડ્યા અને મોત ન્યુમોનિયાથી થયું હોવાનું સામે આવ્યું છે. 

ડો. રાજેન્દ્ર દ્વારા રેગિંગની કોઈ જ ફરિયાદ કરવામાં આવી નહોતી. ડો. રાજેન્દ્ર તેના સિનિયર સાથે પણ સાલસતાથી રહેતા હોવાનું તથા હોસ્પિટલમાં ખુશ હોવાનું સામે આવ્યું છે. ડો. રાજેન્દ્ર દ્વારા અગાઉ પણ કોઈ ફરિયાદ ન કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. રિપોર્ટની કોપી ડીન દ્વારા ખટોદરા પોલીસ અને ગાંધીનગરને મોકલી દેવામાં આવી છે. જેમાં કોઈ આક્ષેપને સમર્થન અપાયું નથી. ત્યારે આ રિપોર્ટના આધારે હવે પગલાં કેવા લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. જો કે, ડો. રાજેન્દ્રના પરિવાર દ્વારા હોસ્પિટલના સિનિયર સ્ટાફ સહિતના પર કામના ભારણ સહિતના આક્ષેપ લગાવવામાં આવ્યાં હતાં.